આ વર્ષે 2025 થી આટલા વિષયમાં બદલાઈ જશે આ પુસ્તકો, નવા ખરીદતા પહેલા જાણી લેજો

·

આવનારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં શિક્ષણ વિભાગ કેટલાક નવા પાઠ્ય પુસ્તકો દાખલ કરશે. જે જૂના પુસ્તકોને રિપ્લેસ કરશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા આ નવા પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે. જેની યાદી વિભાગ દ્વારા જાહેર પણ કરી દેવામાં આવી છે. 


રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ પુસ્તકો મફતમાં આપવામાં આવે છે. તેથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અહીં કોઈ પ્રશ્ન નથી પરંતુ પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્ય પુસ્તકો ખરીદતા પહેલાં જાણી લેવું જરૂરી છે. કે કયા ધોરણમાં અને કયા વિષયના પુસ્તકો બદલાશે? અહીં GCERT દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદી મૂકવામાં આવી છે. જે તમામ વાલીઓ કે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
“વિદ્યાયન”, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર.

અખબારી યાદી
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર એક અખબાર યાદીમાં જણાવે છે કે, આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬ માટે નીચે દર્શાવ્યા મુજબના પાઠપુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬થી સમગ્ર રાજ્યની શાળાઓમાં તે મુજબ અભ્યાસ કરાવવાનો થશે જેની નોંધ લેવા વિનંતી.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ક્રમ પાઠ્ય પુસ્તકનું નામ ધોરણ માધ્યમ
1. અંગ્રેજી (દ્વિતિયભાષા) 6 અંગ્રેજી સિવાયના તમામ માધ્યમ
2. ગુજરાતી (પ્રથમ ભાષા) 8 ગુજરાતી
3. ગુજરાતી (પ્રથમ ભાષા) 1 ગુજરાતી
4. ગુજરાતી (દ્વિતીય ભાષા) 1 ગુજરાતી સિવાયના તમામ માધ્યમ
5. મરાઠી (પ્રથમ ભાષા) 7 મરાઠી
6. ગણિત (દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
7. વિજ્ઞાન(દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
8. અર્થશાસ્ત્ર (નવુ પ્રકરણ: પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ) 12 તમામ માધ્યમ
9. અનિવાર્ય સંસ્કૃતમ-૧ 7 સંસ્કૃત
10. અનિવાર્ય સંસ્કૃતમ-૨ 7 સંસ્કૃત
11. ગણિત 7 સંસ્કૃત
12. વિજ્ઞાન 7 સંસ્કૃત
13. સામાજિક વિજ્ઞાન 7 સંસ્કૃત
14. સર્વાગી શિક્ષણ 7 સંસ્કૃત

Title of the document

શૈક્ષણિક વર્ષ જૂન 2025-26 થી અમલમાં આવનાર નવા પાઠ્ય પુસ્તકોની યાદી PDF

Subscribe to this Blog via Email :